
નવી દિલ્હી, 01 મે (હિ.સ.)। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુદ્ધ પૂર્ણિમાના અવસર પર આજે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા શાંતિ, કરુણા અને સદ્ભાવનાના માર્ગ પર ચાલવાનો સંદેશ આપ્યો. તેમણે સૌને ભગવાન ગૌતમ બુદ્ધના જીવન મૂલ્યોને અપનાવવાનો સંકલ્પનું પુનરાવર્તન કરવાની અપીલ કરી.
પ્રધાનમંત્રીએ એક્સ પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “તમામ દેશવાસીઓને બુદ્ધ પૂર્ણિમાની અસીમ શુભેચ્છાઓ. શાંતિ, કરુણા અને સદ્ભાવનાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપનારા આ પવિત્ર અવસર પર ભગવાન બુદ્ધના જીવન મૂલ્યોને અપનાવવાના સંકલ્પનું પુનરાવર્તન કરીએ.”
તેમણે આ અવસર પર એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું,
“नान्तर्बहिश्च लोकेषु त्वात्मानं दृष्टवान् क्वचित्। आष्टाङ्गिकेन मार्गेण परमां शान्तिमाययौ॥”
આ સુભાષિતનો અર્થ એ છે કે, વ્યક્તિએ એ સમજવું જોઈએ કે અંદર કે બહાર ક્યાંય પણ કોઈ કાયમી આત્મા કે સત્તા નથી. જ્યારે વ્યક્તિ ભગવાન બુદ્ધ દ્વારા બતાવવામાં આવેલા અષ્ટાંગિક માર્ગ—સમ્યક દૃષ્ટિ, સમ્યક સંકલ્પ અને સમ્યક આચરણનું પાલન કરે છે, ત્યારે તે તમામ દુઃખોમાંથી મુક્ત થઈને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે ભગવાન બુદ્ધના વિચારો સમાજમાં સુખ અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ