
નવી દિલ્હી, 01 મે (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મહારાષ્ટ્ર અને ગુજરાત દિવસ પર આજે બંને રાજ્યોના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બંને રાજ્યોની સમૃદ્ધ પરંપરા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સામાજિક જાગૃતિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વની લાંબી પરંપરા ધરાવતું રાજ્ય છે. તેમણે સાહિત્ય, રંગમંચ, સંગીત, સિનેમા, ઉદ્યોગ, શિક્ષણ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં રાજ્યના યોગદાનને નોંધપાત્ર ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે મહારાષ્ટ્રના સતત વિકાસ અને ત્યાંના લોકોના કલ્યાણની કામના કરી હતી.
ગુજરાત દિવસ પર પોતાના સંદેશમાં વડાપ્રધાને, રાજ્યના સમૃદ્ધ વારસા, જીવંત સંસ્કૃતિ અને લોકોની ઉર્જાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતે દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને અહીંના લોકોની ઉદ્યોગસાહસિકતા વિશેષ રીતે નોંધપાત્ર છે. વડાપ્રધાને કામના કરી હતી કે, ગુજરાત આગામી સમયમાં વિકાસના નવા આયામો સ્થાપિત કરતું રહે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ