
ગીર સોમનાથ, 11 મે (હિ.સ.) : સોમનાથ મહાદેવ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાઈ રહેલા ‘સોમનાથ અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી પ્રસંગે પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી
પ્રસ્તુત ભોલે શંભુના ગીતોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે દિવ્ય સોમનાથની ઐતિહાસિક ધરતી પર આયોજિત
સમારોહમાં ગીતાબેન રબારીએ તેમના સુરિલા કંઠે ‘મેરા ભોલા હે ભંડારી..', ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ..’, ડાકોરના ઠાકોર સહિતના પ્રસિદ્ધ લોકગીતો પ્રસ્તુત કર્યા ત્યારે દર્શકો
ઝુમી ઉઠ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ વિરાસતના 75 વર્ષની
ઉજવણીના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વ-2026માં સહભાગી થવા વડાપ્રધાન
તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પધારવાની પુર્વ સંધ્યા એ આ કાર્યક્રમનુંં ભવ્ય આયોજન કરવામાં આવ્યુંં હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ