સોમનાથ મંદિર પર પહેલી વાર 90 મિટિર ઉંચા શિખર પર કુમ્ભાભિષેક, આધ્યાત્મિક સિદ્ધિને સાકાર બનાવવા માર્ગ અને મકાન વિભાગે નમ્ર સહભાગી તરીકે પોતાની ભૂમિકા નિભાવી
સોમનાથ 11 મે (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર સનાતન સંસ્કૃતિની અડગ શક્તિ અને સંઘર્ષ સામેના વિજયનું જીવંત પ્રતિક છે. આઝાદી બાદ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો દ્રઢ સંકલ્પ લીધો હતો, જેના પરિણામે
સોમનાથ મંદિર પર પહેલી વાર 90 મિટિર ઉંચા શિખર પર કુમ્ભાભિષેક, આધ્યાત્મિક સિદ્ધિને સાકાર બનાવવા માર્ગ અને મકાન વિભાગે નમ્ર સહભાગી તરીકે પોતાની ભૂમિકા નિભાવી*


સોમનાથ 11 મે (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર સનાતન સંસ્કૃતિની અડગ શક્તિ અને સંઘર્ષ સામેના વિજયનું જીવંત પ્રતિક છે. આઝાદી બાદ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો દ્રઢ સંકલ્પ લીધો હતો, જેના પરિણામે આજે ભવ્ય મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે

સોમનાથ મહાદેવ મંદિરના પુન:પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. 8 મે થી 11 મે 2026 દરમિયાન સોમનાથ અમૃત પર્વ -2026ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તા. 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પધારનાર છે

¤ એક ઐતિહાસિક આધ્યાત્મિક ક્ષણ - સોમનાથ મંદિર પર પેહલી વાર 90 મિટિર ઉંચા શિખર પર કુમ્ભાભિષેક

¤ 11 તીર્થોના જળથી, 8×9 ફુટના કળશથી 90 મીટર ઊંચા શિખર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ કુંમ્ભાભિષેક

¤ તા 8 થી 11 મે 2026 દરમિયાન 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ આયોજન

¤ 51 બ્રાહ્મણો દ્વારા અતિરુદ્ર પાઠ અને વૈદિક મંત્રોચ્ચાર : ૩ દિવસીય મહારુદ્ર યજ્ઞમાં 1.25 લાખ આહુતિઓ

¤ 6 હોક Mk-132 વિમાનો સાથે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા વિશેષ એર શો

¤ આ આધ્યાત્મિક સિદ્ધિને સાકાર બનાવવા માર્ગ અને મકાન વિભાગે નમ્ર સહભાગી તરીકે પોતાની ભૂમિકા નિભાવી છે

¤ મંદિરની બાજુમાં 350-ટન ક્ષમતાવાળી ઓલ-ટેરેન ક્રેન સ્થાપિત કરવામાં આવશે

¤ 90 મીટર ઊંચાઈ પહોંચવા ક્રેનની બૂમને મંદિરના શિખર સુધી પહોંચે તેવી રીતે વિસ્તૃત કરવામાં આવશે

¤ “શૂન્ય લોડ સિદ્ધાંત” ક્રેનને મંદિર પરિસરની બહાર રાખી શકાય હોવાથી મંદિરના સ્ટ્રક્ચર પર કોઈ ભાર આવશે નહીં

¤ મંદિરના સ્ટ્રક્ચરથી સંપૂર્ણ સ્વતંત્રતા હોવાથી હેરીટેજનું સંપૂર્ણ સંરક્ષણ સુનિશ્ચિત થાય છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande