સિદ્ધપુરના સામાજિક આગેવાન નારાયણભાઈ લાલુમલ લસ્સીવાલાનું નિધન, શહેરમાં શોકની લાગણી
પાટણ, 25 મે (હિ.સ.) : સિદ્ધપુરના પ્રખ્યાત સામાજિક આગેવાન, ઉમદા વેપારી અને સદાય હસમુખા સ્વભાવ માટે જાણીતા નારાયણભાઈ લાલુમલ આસનાની (લાલુમલ લસ્સીવાલા)ના દુઃખદ નિધનથી સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ ઉત્તર ગુજરાત સિંધી સમાજના પ્રમુખ તરીકે સે
સિદ્ધપુરમાં નારાયણભાઈ લાલુમલ લસ્સીવાલા નુ નિધન


પાટણ, 25 મે (હિ.સ.) : સિદ્ધપુરના પ્રખ્યાત સામાજિક આગેવાન, ઉમદા વેપારી અને સદાય હસમુખા સ્વભાવ માટે જાણીતા નારાયણભાઈ લાલુમલ આસનાની (લાલુમલ લસ્સીવાલા)ના દુઃખદ નિધનથી સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ ઉત્તર ગુજરાત સિંધી સમાજના પ્રમુખ તરીકે સેવા આપતા હતા તેમજ સિદ્ધપુર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શહેરના વિકાસ અને સામાજિક સેવા ક્ષેત્રે તેમની ભૂમિકા હંમેશા યાદગાર રહેશે.

નારાયણભાઈ ત્રણ વખત નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને વિવિધ સામાજિક, ધાર્મિક તથા સેવાકીય સંસ્થાઓમાં પદાધિકારી અને સક્રિય સભ્ય તરીકે જોડાયેલા રહ્યા હતા. તેઓ સક્રિય ભાજપના અગ્રણી તરીકે પણ ઓળખાતા હતા અને એક જવાબદાર નાગરિક તરીકે સિદ્ધપુરની સેવા માટે સતત કાર્યરત રહ્યા હતા. તેમના સરળ સ્વભાવ અને લોકો સાથેના આત્મીય સંબંધોને કારણે તેઓ સમાજમાં ખૂબ માન-સન્માન ધરાવતા હતા.

તેમના નિધનના સમાચાર મળતા પરિવારજનો સહિત સમગ્ર સિંધી સમાજ અને શહેરના નાગરિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. સિંધી સમાજના વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોમવારે સાંજે ઘનશ્યામ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ મુક્તિધામ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande