
પોરબંદર, 25 મે (હિ.સ.) પોરબંદરના માધવપુરની ચોપાટી ખાતે અકસ્માતની ઘટના બની હતી બેફામ બનીને દોડતી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા માંગરોળનો યુવાન ઈજાગ્રસ્ત બન્યો હતો.
પોરબંદરના માંગરોળ ખાતે રહેતો એહમદ હસનમિયા શેખ નામનો યુવાન પોતાનુ બાઈક લઈ અને માધવપુરની ચોપાટી પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન બેફામ બનીને દોડતી કારના ચાલકે બાઈકને ઠોકર મારતા ચાલક અહેમનને હાથ અને પગના ભાગે ઈજા પહોંચાડી હતી. આ બનાવમા બાઇકના ચાલક એહમદ હસનમિયા શેખએ અજાણીયા કારચાલક વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી છે.સમગ્ર મામલે માધવપુર પોલીસે અજાણીયા કારચાલક ની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya