જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખપદે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ પદે પરેશ હીરપરા ચૂંટાયા
જામનગર, 25 મે (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે તા.25ના સોમવારે યોજાયેલી ચુંટણી માટે રવિવારે તા.24મીએ નિયત સમયકાળમાં ભાજપાના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને વિપક્ષ તરફથી કોઈ દાવેદારી આવી ન હોવાથી આજની ચુંટણી માત્ર હારતો
જિલ્લા પંચાયતના હોદેદારો ની વરણી


જામનગર, 25 મે (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે તા.25ના સોમવારે યોજાયેલી ચુંટણી માટે રવિવારે તા.24મીએ નિયત સમયકાળમાં ભાજપાના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને વિપક્ષ તરફથી કોઈ દાવેદારી આવી ન હોવાથી આજની ચુંટણી માત્ર હારતોરા પુરતી ઔપચારિક રહેવા પામી હતી.

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચુંટણીના ફોર્મ ભરવાના સમયકાળમાં ભાજપા તરફથી સામાન્ય મહિલા અનામત એવા પ્રમુખ પદ માટે ધ્રોલની ખારવા બેઠક ઉપરથી ચુંટાયેલા રંજનબેન દયાળજીભાઈ જીવાણી અને ઉપપ્રમુખ પદ માટે શેઠવડાળા બેઠક ઉપરથી ચુંટાયેલા નરમાણા ગામના પરેશભાઈ હિરપરાએ તા.24ના રવિવારે ચુંટણી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભરીને રજુ કર્યા હતા.

જે વેળાએ જિલ્લા ભાજપા પ્રમુખ ડો.વિનોદભાઈ ભંડેરી, મહામંત્રી અને હાપા યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, હર્ષદીપભાઈ સુતરીયા તથા ચુંટાયેલા સભ્યો અને પાર્ટીના અગ્રણીઓ કુમારપાળસિંહ રાણા, ધ્રોલના અગ્રણી લખધીરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. બંને પદ ઉપર એક-એક ઉમેદવારોના જ ફોર્મ આવતાં આજે તા.રપમીની બપોરે 12 વાગ્યે પંચાયતના સભા ખંડમાં યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચુંટણી બીનહરિફ અને ઔપચારિક બની હતી.

આ વખતની ચુંટણીમાં ભાજપાને 24માંથી 19 બેઠકો મળી છે. જ્યારે આપને 3 અને કોંગ્રેસને બે બેઠકો મળી છે. આમ આગામી પાંચ વર્ષના ભાજપાના પંચાયતના શાસન કાળમાં વિપક્ષ પણ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande