
પોરબંદર, 25 મે (હિ.સ.)રાણાવાવની આસોપાલવ સોસાયટી પાસેથી વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. મોબાઈલમાં વરલી મટકાના આંકડાની ચિઠ્ઠીનો ફોટો કમિશનથી મેળવવાનું કૌભાંડ ખુલ્યું છે. વોટ્સએપમાં વરલી મટકાનો જુગાર ચાલતો હતો.રાણાવાવ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આસોપાલવ સોસાયટી પાસે જાહેર રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મોબાઈલમાં કંઈક જોતો મળી આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અમરદડ ગામના સિંગલ પ્લોટમાં રહેતો જેઠા વિરમ પાંડાવદરા હોવાનું જણાવ્યું હતું. તેના મોબાઈલમાં વોટ્સએપ તપાસતા જાણવા મળ્યું કે રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતા પ્રેમજી નામના ઈસમે કમિશનથી વરલી મટકાના આંકડા લીધા હતા. આ આંકડાની ચિઠ્ઠીનો ફોટો રાણાવાવના સ્ટેશન વિસ્તારમાં રહેતા દિનેશ હંસરાજ સુરેલાએ વોટ્સએપથી મોકલ્યો હતો.પોલીસે જેઠા વિરમ પાંડાવદરાની ધરપકડ કરી તેની પાસેથી 5,000 રૂપિયાનો મોબાઈલ અને 170 રૂપિયાની રોકડ કબજે કરી છે. આ કેસમાં અન્ય આરોપી પ્રેમજી તથા દિનેશ સુરેલા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya