
સોમનાથ 11 મે (હિ.સ.) સોમનાથ મહાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રની ઉપસ્થિતિમાં કુંભાભિષેકનું રિહર્સલ કરાયું હતૂ અને
ચાંદની શીતળ સાંજના અવસરે વિવિધરંગી રોશની વચ્ચે સોમનાથ મંદિર દૈદિપ્યમાન બન્યું હતું.
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પર કળશ દ્વારા થનાર કુંભાભિષેકનું રિહર્સલ ગઈકાલે સાંજે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના અનેક મંત્રીઓ ખાસ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી ની ઉપસ્થિતિમાં આ કુંભાભિષેક થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ૯૦ મીટર ઊંચી થતી ક્રેન દ્વારા કુંભને મંદિરના શિખર સુધી લઈ જવામાં આવ્યો હતો. લોકોના હર્ષનાદ વચ્ચે ચાંદની શીતળ સાંજના અવસરે વિવિધરંગી રોશની વચ્ચે સોમનાથ મંદિર દૈદિપ્યમાન બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ