મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
સોમનાથ 11 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬માં સહભાગી થવા સોમનાથ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્ય
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવના દર્શન


સોમનાથ 11 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬માં સહભાગી થવા સોમનાથ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી મુખ્યમંત્રીએ ગુજરાતનાં નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સાથે રાજ્યના અનેક મંત્રીઓ જોડાયા હતા.

આ સાથે જ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આગમન સમયે મંદિર પરિસરમાં યોજાનાર અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમોની વિગતે માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, સોમનાથ અમૃત પર્વ અંતર્ગત યોજાનાર વડાપ્રધાનશ્રીના રોડ શૉ અને જનસભામાં પણ સહભાગી થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande