સોમનાથ અમૃત પર્વ – વિરાસતના 75 વર્ષ’ રોડ શોના રૂટ પર છાશ-પાણીનું નિઃશુલ્ક વિતરણ
સોમનાથ,11 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા
સોમનાથ અમૃત પર્વ – વિરાસતના ૭૫ વર્ષ’*


સોમનાથ,11 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં સહભાગી થયા.

સોમનાથ મહાદેવ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાઈ રહેલા ‘સોમનાથ અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ આગમન અને ભવ્ય રોડ શોને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને રોડ શો રૂટ પર છાશ અને ઠંડા પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. રોડ શો દરમિયાન લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથે જ એમ્બ્યુલન્સ સહિતની તાત્કાલિક આરોગ્ય સેવાઓ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande