
પોરબંદર, 15 મે (હિ.સ.) ધરમપુર ગામે રીક્ષામાંથી વિદેશી દારૂની 33 બોટલ મળી આવી હતી આરોપી હાજર મળી આવ્યો નહીં હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે તે ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ઇસમો સામે કાર્યવાહી થઈ છે.
ઉદ્યોગનગર પોલીસમથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે ધરમપુર ગામે રહેતો દેવા ભીખુ મોરી નામનો ઇસમ દારૂના ધંધા કરે છે અને મોટી માત્રામાં દારૂ ઉતાર્યો હોય તેવી માહિતી મળતા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં દેવા ભીખુ હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના ફળિયામાં એક રીક્ષા મળી આવી હતી. જેમાં તપાસ કરતા ફક્ત દમણ અને દીવમાં વેચાણ માટેની માર્કાવાળી વિદેશી દારૂની 33 બોટલ મળી આવી હતી તેથી 22,644નો દારૂ અને 60 હજારની રીક્ષા સહિત 82,644નો મુદામાલ કબ્જે કરી આરોપી દેવા મોરીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya