કલોલની સઈજ જીઆઇડીસી ખાતે મફતલાલ કંપનીમાં, ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત
ગાંધીનગર,15 મે (હિ.સ.) ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ જીઆઇડીસી વિસ્તારમાં 14 મેની રાત્રિએ મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિક
Three workers die due to gas leak at Mafatlal Company at Kalol's Saij GIDC


ગાંધીનગર,15 મે (હિ.સ.) ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ જીઆઇડીસી વિસ્તારમાં 14 મેની રાત્રિએ મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસ ગળતરને કારણે ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે.

મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસ ગળતરને કારણે ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલ સાવરાવર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ મામલે કલોલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલના સઈજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ‘મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ની યુનિટ સી/15થી 18માં તાડપત્રીના કાપડ પર કલર કામ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નીકળતા રંગીન પાણીના શુદ્ધિકરણ માટે એક આરસીસીની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે, ત્યારે આ ટાંકીની સાફસફાઈની કામગીરી 14 એપ્રિલની રાત્રિના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ હાથ ધરવામાં આવી હતી.

શ્રમિકો દ્વારા ટાંકીમાંથી મોટર પંપ વડે પાણી કાઢ્યા બાદ તળિયે દોઢ ફૂટ જેટલો જમા થયેલો કચરો અને કાદવ દૂર કરવા માટે શ્રમિકો પ્લાસ્ટિકના કેરબા અને લોખંડની સીડીના સહારે એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. સૌ પ્રથમ અમિત પરીહાર અને અમરકુમાર શ્રીવાસ્તવ ટાંકીમાં ઉતર્યા હતા અને ઉતરતાની સાથે જ ગૂંગળામણને કારણે બેભાન થઈ કાદવમાં ફસાયા હતા.

પોતાના મિત્રોને બચાવવા માટે અનિલ લોધી પણ અંદર ઉતર્યો, પરંતુ તે પણ ગૂંગળામણનો શિકાર બન્યો અને બેભાન થઈ ત્યાં ઢળી પડ્યો હતો. અંતે આ ત્રણેયને બચાવવાના પ્રયાસમાં શિવનાથ દુબેએ પણ ટાંકીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ટાંકીમાં રહેલા ઝેરી વાયુ અને ઓક્સિજનની અછતને કારણે તે પણ ત્યાં જ ફસાઈ ગયો હતો. આમ, સાથીદારોને બચાવવાની મથામણમાં શ્રમિકો કાળનો કોળિયો બન્યા હતા.

આ કરૂણાંતિકામાં જીવ ગુમાવનાર ત્રણેય યુવાનો પરપ્રાંતીય હતા અને પેટીયું રળવા ગુજરાત આવ્યા હતા, જ્યારે એક શ્રમિક હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા કલોલ તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલની મદદથી ટાંકીમાં રહેલા ઝેરી ગેસની તપાસ કરવામાં આવશે. આ ઘટનાને પગલે કંપની દ્વારા શ્રમિકોને સેફ્ટી ગિયર્સ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર જેવી પાયાની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી કે કેમ, તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande