સમી-મુજપુર રોડ પર પશુપાલકના વાડામાં રાખેલા ઘાસચારાના પૂળામાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી
પાટણ, 15 મે (હિ.સ.) : સમી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉની ઘટનાઓ બાદ હવે વધુ એક આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં સમી-મુજપુર રોડ પર ભેમનાથ મંદિર નજીક એક પશુપાલકના વ
સમી-મુજપુર રોડ પર પશુપાલકના વાડામાં રાખેલા ઘાસચારાના પૂળામાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી.


પાટણ, 15 મે (હિ.સ.) : સમી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉની ઘટનાઓ બાદ હવે વધુ એક આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

તાજેતરમાં સમી-મુજપુર રોડ પર ભેમનાથ મંદિર નજીક એક પશુપાલકના વાડામાં રાખેલા ઘાસચારાના પૂળામાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગમાં મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તલાટી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ૧૧૨ વાન અને યુજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સંબંધિત ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande