કેનેડાના કાલગરી કોન્ફરન્સમાં પ્રોફે. કિશોર પોરીયાનું કિડની સ્ટોન વિષયક સંશોધન પત્ર સ્વીકૃત.
પાટણ, 15 મે (હિ.સ.) ગુજરાતની યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફે. કિશોર પોરીયાનું કિડની સ્ટોન વિષયક સંશોધન પત્ર કેનેડાના કાલગરી ખાતે આગામી ઓગસ્ટ 2026માં યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મૌખિક રજૂઆત માટે સ્વીકારવામાં આવ્યું છે. જોકે, યુનિવર્સિટીના વધ
કેનેડાના કાલગરી કોન્ફરન્સમાં પ્રોફે. કિશોર પોરીયાનું કિડની સ્ટોન વિષયક સંશોધન પત્ર સ્વીકૃત.


પાટણ, 15 મે (હિ.સ.) ગુજરાતની યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફે. કિશોર પોરીયાનું કિડની સ્ટોન વિષયક સંશોધન પત્ર કેનેડાના કાલગરી ખાતે આગામી ઓગસ્ટ 2026માં યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મૌખિક રજૂઆત માટે સ્વીકારવામાં આવ્યું છે. જોકે, યુનિવર્સિટીના વધેલા કાર્યભારને કારણે તેમણે કોન્ફરન્સમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.

આ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ક્રિસ્ટોલોગ્રાફી (IUCr) ની 27મી કોંગ્રેસ અને જનરલ એસેમ્બલી છે, જે 11 થી 18 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે. પ્રોફે. પોરીયાના સંશોધન પત્રનું શીર્ષક “અનવેઈલીંગ ધ મિકેનીઝમ: એ થર્મોડાયનેમિક અને એ ડાયનેટીક એપ્રોચ ફોર નેચરલ ગ્રોવન એન્ડ સર્જીકલ રીમુવડ કિડની સ્ટોન” છે. તેની રજૂઆત માટે 17 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય મુજબ સવારે 03:40 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

પ્રોફે. પોરીયા અને તેમના સંશોધન વિદ્યાર્થીઓએ કિડની સ્ટોનના કારણો અંગે અનેક સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત કર્યા છે. વર્ષ 2014માં તેમણે કેનેડાના મોન્ટ્રીયલ ખાતે સંશોધન રજૂ કર્યું હતું તેમજ સ્વીડનમાં પણ વ્યાખ્યાન આપ્યું હતું. ઇન્ટરનેશનલ એસોસીયેશન ઓફ એડવાન્સ મટીરીયલ્સ (IAAM) દ્વારા તેમને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

આ વર્ષે કેનેડા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે યુનિવર્સિટી દ્વારા જરૂરી નાણાકીય સહાયને મંજૂરી આપવામાં આવી હતી. છતાં, યુનિવર્સિટીના વર્તમાન કાર્યભાર અને સંભવિત ખર્ચને ધ્યાનમાં રાખીને પ્રોફે. પોરીયાએ આ પ્રવાસ ટાળવાનો અંતિમ નિર્ણય લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande