પોરબંદર વોર્ડ.નં.3 ના કાઉન્સિલર દ્વારા રોડ- રસ્તાના કામનો પ્રારંભ કરાવ્યો
પોરબંદર, 15 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ તા. 28/04/2026 ના દિવસે આવ્યા અને જેને આજે હજુ 15 દિવસ જ થયા છે, ત્યારે વોર્ડ નંબર 3 ના નવનિયુક્ત કોર્પોરેટરના પ્રયાસોથી મહાનગરપાલિકામાં રજૂઆત કરતા વોર્ડ નં. 3 માં પ્રજાજનોને રોડ રસ્તા
વોર્ડ.નં.3 ના કાઉન્સિલર દ્વારા રોડ- રસ્તાના કામ નો પ્રારંભ કરાવ્યો.


વોર્ડ.નં.3 ના કાઉન્સિલર દ્વારા રોડ- રસ્તાના કામ નો પ્રારંભ કરાવ્યો.


વોર્ડ.નં.3 ના કાઉન્સિલર દ્વારા રોડ- રસ્તાના કામ નો પ્રારંભ કરાવ્યો.


પોરબંદર, 15 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ તા. 28/04/2026 ના દિવસે આવ્યા અને જેને આજે હજુ 15 દિવસ જ થયા છે, ત્યારે વોર્ડ નંબર 3 ના નવનિયુક્ત કોર્પોરેટરના પ્રયાસોથી મહાનગરપાલિકામાં રજૂઆત કરતા વોર્ડ નં. 3 માં પ્રજાજનોને રોડ રસ્તાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે હેતુથી તાત્કાલિકના ધોરણે પરેશનગર, ધનલક્ષ્મી સોસાયટી, જાગનાથ સોસાયટી, શંકરાચાર્ય સોસાયટી તથા સૂરજપાર્ક સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તાના કામોની થઈ શુભ શરૂઆત કરવામાં આવી છે. જેમાં મેટલિંગ અને ડટ પાથરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે તેમજ રાજીવનગર વિસ્તારમાં ચોમાસામાં પાણી ના ભરાય અને લોકને હાલાકી ના ભોગવવી પડે તેના માટે હાલ સ્ટોમવોટર (વરસાદી પાણીના નિકાલ)ની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

આ તમામ વિસ્તારોની કામગીરી પૂર જોશમાં શરૂ કરવામાં આવી છે, જેના માટે વોર્ડ નં.3 ના પ્રજાજનોએ ચારેય કોર્પોરેટર રાંભીબેન અરભમભાઈ ઓડેદરા, વીણાબેન કેતનભાઈ થાનકી, અરજણભાઈ લાખાભાઈ કોડીયાતર તથા નિરવભાઈ ભાગ્યવિજયભાઈ દવેનો આભાર વ્યક્ત કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande