
ગીર સોમનાથ 02 મે (હિ.સ.) : રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના જાહેરનામાના અનુસંધાને ઉના સીટી વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીના વિસ્તારમાં જાહેર શાંતિ તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. તુલસીધામ સોસાયટીના વિસ્તારમાં તા.૦૧/૦૫/ ૨૦૨૬ થી તા.૩૦/૦૪/ ૨૦૩૧ સુધી, ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમ્મૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેકશન ઓફ ટેનન્ટસ ફ્રોમ ઈવિક્શન ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ધ ડિસ્ટર્બ્ડ એરીયાસ એક્ટ-૧૯૯૧ હેઠળ ડિસ્ટર્બ્ડ એરીયા (અશાંત વિસ્તાર) જાહેર કરવામાં આવ્યો છે.
આ સોસાયટીમાં આવેલ તમામ અચળ સંપત્તિઓ હસ્તાંતરિત કરવા માટે પૂર્વમંજૂરી મેળવવાની કલેક્ટરની સતાઓ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ઉનાને સુપ્રત કરવામાં આવી છે. જેથી અશાંત વિસ્તારમાં આવેલ અચળ મિલકતોના નિર્દેશિત સમયગાળા દરમિયાન કરવામાં આવેલ તમામ હસ્તાંતરણ રદબાતલ ગણાશે અને અશાંત વિસ્તારોમાં આવેલી કોઈપણ અચળ મિલકત આ જાહેરનામાના નિર્દેશિત સમયગાળા દરમિયાન ઉના પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય હસ્તાંતરિત કરી શકાશે નહી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ