વાપી જી.આઈ.ડી.સી માં નિર્માણ સાઇટ પર દીવાલ ધરાશાયી, ૩ મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
વાપી , 02 મે (હિ.સ.) વાપી GIDC વિસ્તારમાં ૪૦ શેડ નજીક ચૌધરી કાટા સામે આવેલ એક નિર્માણ સાઇટ પર આશરે એક કલાક પહેલા દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરો—વિજય, સુનિલ અને બબલુ—ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાર
વાપી GIDC પ્લોટ નં. 317 થી 324 વિસ્તાર, જ્યાં નિર્માણ સાઇટ પર અકસ્માત સર્જાયો.


દીવાલ પડતાં સાઇટ અંદર ઇંટો અને સિમેન્ટનો ઢગલો, ઘટનાની ગંભીરતા દર્શાવે છે.


વાપી GIDCમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં ધરાશાયી થયેલી દીવાલ બાદ મલબો ફેલાયેલો નજરે પડે છે.


વાપી , 02 મે (હિ.સ.) વાપી GIDC વિસ્તારમાં ૪૦ શેડ નજીક ચૌધરી કાટા સામે આવેલ એક નિર્માણ સાઇટ પર આશરે એક કલાક પહેલા દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરો—વિજય, સુનિલ અને બબલુ—ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ઘટના સમયે સાઇટ પર કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહોતી, જેના કારણે બચાવ કામગીરીમાં પ્રાથમિક રીતે મુશ્કેલી પડી હતી. વધુમાં, સ્થળ પર કોઈપણ પ્રકારનો સૂચક બોર્ડ અથવા સુરક્ષા અંગેની માહિતી જોવા મળી નહોતી.

સ્થળ પર હાજર સુરક્ષા ગાર્ડને પૂછતાં તેણે જણાવ્યું હતું કે અહીં “યોગેશ ગારમેન્ટ” નામની કંપનીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ઇજાગ્રસ્ત મજૂરો કપરાડા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

એમ્બ્યુલન્સ ડ્રાઇવર પાસેથી મળતી માહિતી મુજબ, ત્રણમાંથી બે મજૂરોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને નિર્માણ સાઇટ પર સુરક્ષા નિયમોના અભાવ અંગે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande