સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે દિલ્હીના ૧૩૦૦ યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી:
ગીર સોમનાથ 2 મે (હિ.સ.) પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા ''સોમનાથ સ્વાભિમાન પર્વ'' અંતર્ગત દિલ્હીથી પધારેલા આશરે ૧૩૦૦ જેટલા યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી, ગંગાજળથી અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી. આ પ
દિલ્હીના ૧૩૦૦ યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી


ગીર સોમનાથ 2 મે (હિ.સ.) પ્રભાસ પાટણ: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત દિલ્હીથી પધારેલા આશરે ૧૩૦૦ જેટલા યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી, ગંગાજળથી અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.

આ પાવન અવસરે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા પધારેલા તમામ યાત્રિકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને પવિત્ર ચંદન, ઉપવસ્ત્ર, અમૂલ્ય યજ્ઞ કીટ (પ્રસાદ) તેમજ પવિત્ર સોમગંગા જળ અર્પણ કરીને તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન યાત્રિકો દ્વારા એક અનોખી ભક્તિનો નજારો જોવા મળ્યો હતો. તમામ યાત્રિકોએ સોમનાથ મહાદેવની એક વિશાળ LED સ્ક્રીન સમક્ષ દીવડાઓ પ્રગટાવીને ભાવભેર આરતી ઉતારી હતી. આ ઉપરાંત, પધારેલા તમામ શ્રદ્ધાળુઓએ 'સ્વાભિમાન પર્વ' પર આધારિત વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને મંદિર પરિસરમાં પ્રદર્શિત થતો ઐતિહાસિક 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' નિહાળીને અભિભૂત થયા હતા.

દિલ્હીથી પધારેલા આ યાત્રિકોએ દર્શન અને કાર્યક્રમ બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સુંદર અને સુદ્રઢ મંદિર વ્યવસ્થાઓ, સ્વચ્છતા અને આતિથ્ય સત્કાર બદલ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande