ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માતમાં એસઓજીનાં કોન્સ્ટેબલનું મોત
સુરત, 02 મે (હિ.સ.)-ભરૂચ નજીક એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગંભીર અકસ્માતમાં એસઓજી ગ્રામ્યમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભરૂચ પાસે એક્સપ્રેસ હાઇ
ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માતમાં એસઓજીનાં કોન્સ્ટેબલનું મોત


સુરત, 02 મે (હિ.સ.)-ભરૂચ નજીક એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગંભીર અકસ્માતમાં એસઓજી ગ્રામ્યમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું મોત નિપજ્યું હતું. દુર્ઘટનાને પગલે પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ ભરૂચ પાસે એક્સપ્રેસ હાઇવે પર બસ અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન કારમાં સવાર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તથા હાઇવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ભરતભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

અકસ્માત અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બસ અને કાર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈના અવસાનથી કામરેજ પોલીસ મથકના સ્ટાફ તેમજ પરિવારજનોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande