મહુવામાં જયેશ ગુજરીયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન
ભાવનગર, 02 મે (હિ.સ.) : મહુવા શહેરમાં માનવ સેવા અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતા હેતુસર હિન્દુ સ્વ. જયેશભાઈ ગુજરીયાના જન્મદિવસ નિમિત્તે જયેશ ગુજરીયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય “મેગા સર્વ નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યમ
સેવા


ભાવનગર, 02 મે (હિ.સ.) : મહુવા શહેરમાં માનવ સેવા અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતા હેતુસર હિન્દુ સ્વ. જયેશભાઈ ગુજરીયાના જન્મદિવસ નિમિત્તે જયેશ ગુજરીયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય “મેગા સર્વ નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં સહયોગી દાતા માયાભાઈ પી. ભમર (હાલ રાજકોટ) તેમજ પલ્સ મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, ભાવનગરનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે.

આ કેમ્પ તા. 03 મે 2026, રવિવારના રોજ મહુવા ખાતે સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની વાડી, જનતા પ્લોટ ખાતે સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાશે. કેમ્પમાં લોકો માટે સંપૂર્ણ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં નિદાન તપાસ, દવાઓ, આંખોની તપાસ સાથે મફત ચશ્મા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત ઓપરેશનની સુવિધા પણ આપવામાં આવશે.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ સરળતાથી અને મફતમાં ઉપલબ્ધ કરાવવાનો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘણા લોકો યોગ્ય સારવારથી વંચિત રહેતા હોય છે, ત્યારે આવા કેમ્પો તેમની માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત, બાળકો માટે ખાસ બટુક ભોજનનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, જે સાંજે 5:00 વાગ્યે મસાણ વાળા મેલડી, મોક્ષધામ, બંદર રોડ ખાતે યોજાશે. જયેશ ગુજરીયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા તેમજ આસપાસના જરૂરિયાતમંદ લોકોને માહિતી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમો સમાજમાં સહકાર અને સેવા ભાવના મજબૂત બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande