
સુરત, 02 મે (હિ.સ.)-પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ઉનાળાની સીઝન દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વટવા અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ભાડે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09082/09081 વટવા–મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09082 વટવા–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર શુક્રવારે વટવાથી 22:40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 08 મે, 2026થી 26 જૂન, 2026 સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09081 મુંબઈ સેન્ટ્રલ–વટવા સ્પેશિયલ દર ગુરુવારે મુંબઈ સેન્ટ્રલથી 23:20 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:20 કલાકે વટવા પહોંચશે. આ ટ્રેન 07 મે, 2026થી 25 જૂન, 2026 સુધી દોડશે.
આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર થંભશે.
આ ટ્રેનમાં એસી 3-ટિયર ના કોચ રહેશે.
ટ્રેન નંબર 09081 અને 09082 માટે બુકિંગ 03.05.2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, થંભા અને રચના સંબંધિત વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે