જનભાગીદારીથી જળ સંચય તરફ મહત્વપૂર્ણ પગલું: ભાવનગરમાં સેમિનાર યોજાશે
ભાવનગર, 02 મે (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતી જળ સમસ્યાને ધ્યાનમાં રાખીને અને ભૂગર્ભ જળસ્તર વધારવાના હેતુસર મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ‘જળ સંચય, જન ભાગીદારી (JSJB) 2.0’ કાર્યક્રમ હેઠળ “જનભાગીદારી થકી જળ સ
ભાવનગર


ભાવનગર, 02 મે (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતી જળ સમસ્યાને ધ્યાનમાં રાખીને અને ભૂગર્ભ જળસ્તર વધારવાના હેતુસર મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ‘જળ સંચય, જન ભાગીદારી (JSJB) 2.0’ કાર્યક્રમ હેઠળ “જનભાગીદારી થકી જળ સંચય” વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને પાણી બચત અંગે સકારાત્મક વલણ વિકસાવવાનો છે.

આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા વરસાદી પાણીના સંચયના વિવિધ ઉપાયો, તેના ફાયદા તેમજ ઘરઆંગણે અને સંસ્થાઓમાં અમલમાં મૂકી શકાય તેવી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને શહેરમાં વધતા પાણીના વપરાશ અને ઘટતા જળસ્તરને ધ્યાનમાં રાખીને આ અભિયાન અત્યંત ઉપયોગી સાબિત થવાનું છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. “જનભાગીદારી થકી જળ સંચય” માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજ માટે જરૂરી જવાબદારી છે, જેનાથી આવનારી પેઢી માટે પાણીના સ્ત્રોતો જાળવી શકાય. સેમિનારમાં શહેરના રહેવાસીઓ, વેપારીઓ, સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, નાગરિકોને પોતાના ઘરોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પહેલ દ્વારા ભાવનગર શહેરમાં પાણી સંચય અંગે જાગૃતિ વધશે અને લોકોમાં પાણી બચાવવાની સમજણ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande