
અમદાવાદ,26 મે (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા બુધવાર 27 મેના રોજ સાંજે એએમએ કેમ્પસ ખાતે ધ પીક પર્ફોર્મન્સ પ્લેબુક: ધ હિડન સિક્રેટ્સ ઓફ એલિટ એથ્લેટ્સ વિષય પર સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે રીતે સ્પોર્ટ્સ સાયન્સ અને હાઇ-પર્ફોર્મન્સ મેનેજમેન્ટ વૈશ્વિક રમતગમતને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખી આ ફોરમ શારીરિક, માનસિક અને તબીબી વ્યૂહરચનાઓ વિશે પડદા પાછળની દુર્લભ માહિતી પ્રદાન કરશે જે વિશ્વસ્તરીય રમતગમતની સફળતાને પ્રેરિત કરે છે.
સોહમ દેસાઈ (લીડ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ, લખનૌ સુપર જાયન્ટ્સ, આઈપીએલ; સ્થાપક, ધ ફ્લો સ્ટેટ; લીડ ફિઝિકલ પર્ફોર્મન્સ કોચ, ભારતીય ક્રિકેટ ટીમ 2020-2025 ) અને ડો. સ્મિત શાહ (સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઇઝ મેડિસિન ડોક્ટર; ભારતના અગ્રણી હેલ્થ એન્ડ ફિટનેસ પોડકાસ્ટના હોસ્ટ; પ્રિવેન્ટિવ હેલ્થ એન્ડ કોર્પોરેટ વેલનેસ એક્સપર્ટ) આ ફોરમને સંબોધશે.
આ ફોરમ શ્રેષ્ઠ સ્પોર્ટ્સ સાયન્સ અને રોજિંદા અમલીકરણ વચ્ચેના અંતરને દૂર કરશે, અને રમતગમતના ઉત્સાહીઓ, કોચ અને કોર્પોરેટ લીડર્સ દ્રારા સર્વોચ્ચ રમત પ્રદર્શનના સિદ્ધાંતો — જેમ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ (તણાવ સંચાલન), શારીરિક પ્રક્રિયાઓનું શ્રેષ્ઠીકરણ (ફિઝિયોલોજિકલ ઓપ્ટિમાઇઝેશન) અને વ્યવસ્થિત રિકવરી — કેવી રીતે લાગુ કરી શકાય તેની ચર્ચા કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ