નવા ઇન્કમ ટેક્સ એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો.
પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નવા ઈન્કમ ટેક્સ એક્ટ-2025 અંગે જાગૃતિ લાવવા માટે માહિતીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. “પ્રારંભ 2026” અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ
નવા ઇન્કમ ટેક્સ એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો.


નવા ઇન્કમ ટેક્સ એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો.


પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા નવા ઈન્કમ ટેક્સ એક્ટ-2025 અંગે જાગૃતિ લાવવા માટે માહિતીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. “પ્રારંભ 2026” અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રોના કરદાતાઓ ઉત્સાહભેર જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન નવા ઈન્કમ ટેક્સ કાયદામાં સમાવાયેલા મહત્વપૂર્ણ ફેરફારો, સરળ કર પદ્ધતિ અને પારદર્શક પ્રક્રિયા અંગે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. ઉપસ્થિતોને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી બને તેવી માહિતી ઉદાહરણો સાથે સમજાવવામાં આવતા કાર્યક્રમ માહિતીપ્રદ બની રહ્યો હતો. આ સેમિનારમાં જામનગરના ડેપ્યુટી કમિશનર ઈન્કમ ટેક્સ આશિષ દિગપાલ તથા ઈન્કમ ટેક્સ અધિકારી (HQ) ચિંતનકુમાર ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું. બંને અધિકારીઓએ નવા કાયદાની જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપતાં કરદાતાઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વેપારીઓ અને સી.એ. દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના અધિકારીઓએ સ્પષ્ટ અને સરળ જવાબો આપ્યા હતા.

ખાસ કરીને નવા કાયદા હેઠળ થનારી પ્રક્રિયાઓને લઈ રહેલી ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આયોજનમાં ઈન્કમ ટેક્સ ઓફિસર મહેશ કુકડિયાની વિશેષ કામગીરી નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ માટે હાઈ ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande