પોરબંદર મનપા દ્વારા ચોપાટીને સ્વચ્છ અને સુંદર રાખવા વિશેષ સફાઈ કામગીરી
પોરબંદર, 28 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થા, માર્ગ સફાઈ અને કચરો ઉઠાવવાની કામગીરી
ચોપાટીને સ્વચ્છ અને સુંદર રાખવા મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ કામગીરી.


ચોપાટીને સ્વચ્છ અને સુંદર રાખવા મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ કામગીરી.


ચોપાટીને સ્વચ્છ અને સુંદર રાખવા મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ કામગીરી.


પોરબંદર, 28 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થા, માર્ગ સફાઈ અને કચરો ઉઠાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા પોરબંદરની ઓળખ સમાન ચોપાટી વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ચોપાટી વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપરાંત બહારગામથી આવતા પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને સાંજના સમયે પરિવાર સાથે ફરવા આવતા લોકો અને પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. આ કારણે ચોપાટી વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી સેનિટેશન વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રસ્તાઓ, ફૂટપાથ, બેસવાની જગ્યાઓ તેમજ દરિયાકાંઠા આસપાસ એકત્રિત થયેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ પ્લાસ્ટિક કચરો અને અન્ય ઘન કચરાને દૂર કરીને સમગ્ર વિસ્તારને ચોખ્ખો અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

ચોપાટીએ પાર્ટી-પીકનીકમાં તેમજ બહારથી નાસ્તો લાવ્યા બાદ કચરો જ્યાં-ત્યાં નહીં મુકવા અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો ઈચ્છનીય છે. નાગરિકોને પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, ડસ્ટબિનનો ઉપયોગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી જ સ્વચ્છતા અભિયાન અને જનહિતની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande