પોરબંદરમાં જેટીંગ મશીન દ્વારા ભૂગર્ભ ગટરની ચેમ્બરની સફાઈ હાથ ધરાઈ.
પોરબંદર, 28 મે (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ ગટરના ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં આગામી ચોમાસાની ઋતુ અને વધતી ગટર સમસ્યાઓને ધ્યાનમાં રાખી મહ
પોરબંદરમાં જેટીંગ મશીન દ્વારા ભૂગર્ભ ગટરની ચેમ્બરની સફાઈ હાથ ધરાઈ.


પોરબંદરમાં જેટીંગ મશીન દ્વારા ભૂગર્ભ ગટરની ચેમ્બરની સફાઈ હાથ ધરાઈ.


પોરબંદર, 28 મે (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ ગટરના ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં આગામી ચોમાસાની ઋતુ અને વધતી ગટર સમસ્યાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં નિયમિત ચેકિંગ અને સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખાખચોક વિસ્તારમાં ગટર ઉભરાવાની ફરિયાદ મળતા મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આધુનિક જેટીંગ મશીનની મદદથી ભૂગર્ભ ગટર ચેમ્બરોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગટરમાં જમા થયેલ કચરો, ગાદ અને અવરોધોને દૂર કરવામાં આવતા ગંદા પાણીના પ્રવાહને સુચારૂ બનાવવામાં સફળતા મળી હતી.

મહાનગરપાલિકાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ગટર લાઈન ચોક થવાની સમસ્યા ઊભી ન થાય તે માટે નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઘનવસ્તીવાળા વિસ્તારોમાં ગટર ચેમ્બર અને લાઈનોની સમયાંતરે સફાઈ કરવામાં આવી રહી છે જેથી નાગરિકોને દુર્ગંધ, ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. સેનિટેશન વિભાગની ટીમ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગટર સફાઈ અને સ્વચ્છતા સંબંધિત કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે ગટરમાં પ્લાસ્ટિક, કચરો અથવા અન્ય ઘન પદાર્થો ન નાખે, જેથી ગટર લાઈનો અવરોધિત ન થાય અને શહેરની સ્વચ્છતા જળવાઈ રહે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ સ્વચ્છતા અભિયાન અને સુવિધાસભર કામગીરીઓ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande