ગુજરાત ટાઇટન્સની જીતની હેટ્રિક, પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું
અમદાવાદ, નવી દિલ્હી, 03 મે (હિ.સ.): આઈપીએલ 2026 માં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી છે. જોકે આ હાર છતાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને યથાવત છે. નરે
ગુજરાત ટાઇટન્સની જીતની હેટ્રિક, પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું


અમદાવાદ, નવી દિલ્હી, 03 મે (હિ.સ.): આઈપીએલ 2026 માં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી છે. જોકે આ હાર છતાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને યથાવત છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 163 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે 164 રનનો લક્ષ્યાંક 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જીતનો હીરો વોશિંગ્ટન સુંદર રહ્યો, જેણે અંતિમ ક્ષણોમાં સિક્સર ફટકારીને મેચ પૂરી કરી હતી.

રન ચેઝની શરૂઆત ગુજરાત માટે સારી રહી ન હતી અને કેપ્ટન શુભમન ગિલ જલ્દી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સાઈ સુદર્શને દાવ સંભાળ્યો હતો અને જોસ બટલર સાથે મહત્વની ભાગીદારી કરીને ટીમને સ્થિરતા આપી હતી. સુદર્શને શાનદાર અડધી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. તેના આઉટ થયા પછી રાહુલ તેવટિયા અને વોશિંગ્ટન સુંદરે સંયમિત બેટિંગ કરીને જીત સુનિશ્ચિત કરી હતી.

આ પહેલા પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 47 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે સૂર્યાંશ શેડગેએ દબાણ વચ્ચે શાનદાર બેટિંગ કરતા 29 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તેણે માર્કસ સ્ટોઇનિસ સાથે મળીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. સ્ટોઇનિસે પણ 40 રનનું યોગદાન આપ્યું હતું.

ગુજરાતની બોલિંગમાં જેસન હોલ્ડર સૌથી સફળ રહ્યો હતો, જેણે 4 વિકેટ ઝડપી હતી અને પંજાબની બેટિંગને સ્થિર થવા દીધી ન હતી. બીજી તરફ મોહમ્મદ સિરાજ અને કગીસો રબાડાએ 2-2 વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે, જ્યારે પંજાબ કિંગ્સે સતત બીજી હાર બાદ પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવો પડશે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande