કેરળ મતગણતરી: શરૂઆતી વલણોમાં યુડીએફ ને સરસાઈ, એલડીએફ પાછળ
નવી દિલ્હી, 04 મે (હિ.સ.): કેરળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે અને શરૂઆતી વલણોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું સંયુક્ત લોકતાંત્રિક મોરચો (યુડીએફ) સ્પષ્ટ સરસાઈ મેળવતું જણાય છે. યુડીએફ 101 બેઠકો પર સરસાઈ જાળવી રહ્યું છે, જ્યારે શાસક ડાબેરી લોકતાંત્ર
ચૂંટણી પંચ


નવી દિલ્હી, 04 મે (હિ.સ.): કેરળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે અને શરૂઆતી વલણોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું સંયુક્ત લોકતાંત્રિક મોરચો (યુડીએફ) સ્પષ્ટ સરસાઈ મેળવતું જણાય છે. યુડીએફ 101 બેઠકો પર સરસાઈ જાળવી રહ્યું છે, જ્યારે શાસક ડાબેરી લોકતાંત્રિક મોરચો (એલડીએફ) લગભગ 37 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) 2 બેઠકો પર આગળ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, યુડીએફ ના મુખ્ય ઘટક પક્ષોમાં કોંગ્રેસ 62 અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) 23 બેઠકો પર આગળ ચાલી રહી છે. આમાં મંજેશ્વરમ, કાસરગોડ, કુટ્ટિયાડી, પેરમ્બ્રા, કોઝીકોડ દક્ષિણ, કુન્નામંગલમ, કોડુવલ્લી, તિરુવંબડી, કોંડોટ્ટી, એર્નાડ, મંજેરી, પેરિંથલમન્ના, માંકડા, મલપ્પુરમ, વેંગારા, વલ્લીકુન્નુ, તિરુરંગાડી, તનૂર, તિરુર, કોટ્ટક્કલ, મન્નારક્કડ, ગુરુવાયુર અને કલામાસેરી જેવી બેઠકો સામેલ છે.

આ દરમિયાન, ધર્મદમ વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ વીપી અબ્દુલ રશીદથી નવ રાઉન્ડની મતગણતરી બાદ 2,892 મતોથી આગળ ચાલી રહ્યા છે. આ પહેલા શરૂઆતી રાઉન્ડમાં તેઓ પાછળ હતા, પરંતુ બાદમાં તેમણે સરસાઈ મેળવી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે કેરળના આ ચૂંટણી જંગમાં કુલ 883 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્યમંત્રી વિજયનના નેતૃત્વમાં એલડીએફ સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે યુડીએફ પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવાના પ્રયાસમાં છે. બીજી તરફ, એનડીએ રાજ્યમાં પોતાની હાજરી મજબૂત કરવા અને ખાતું ખોલવાની આશા રાખી રહ્યું છે.

રાજ્યની 140 વિધાનસભા બેઠકો પર 9 એપ્રિલે 78.27 ટકા મતદાન થયું હતું. હવે ચાલી રહેલી મતગણતરી સાથે એ સ્પષ્ટ થઈ જશે કે કેરળની જનતાએ સત્તાની લગામ કોને સોંપવાનો નિર્ણય કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉદય કુમાર સિંહ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande