મંત્રી પ્રવીણભાઈ માળી સાથે મહેસાણામાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન
મહેસાણા,, 04 મે (હિ.સ.) આજે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી સાથે મહેસાણા ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માં ભક્તિભાવપૂર્વક દર્શન અને વંદન કરવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે શાંતિ અને આધ્યાત્મિક આનંદ
મંત્રી પ્રવીણભાઈ માળી સાથે મહેસાણામાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન,


મહેસાણા,, 04 મે (હિ.સ.) આજે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી સાથે મહેસાણા ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માં ભક્તિભાવપૂર્વક દર્શન અને વંદન કરવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ થયો હતો.

મંત્રીશ્રીએ મહાદેવના ચરણોમાં નમન કરી રાજ્યના સુખ-સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ પણ ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને દરેકના ચહેરા પર શ્રદ્ધા અને આનંદ ઝળકતો હતો.

આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે ધાર્મિક સ્થળો આપણને સંસ્કાર, એકતા અને સકારાત્મક ઊર્જા આપે છે. આવા પવિત્ર સ્થળોના દર્શનથી માનસિક શાંતિ મળે છે અને સમાજમાં સદ્ભાવના મજબૂત બને છે.

મહેસાણામાં યોજાયેલ આ ધાર્મિક મુલાકાતે ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande