જીતેલ ઉમેદવારો કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા માટે હાજર, રાજકીય ચહલપહલ તેજ
મહેસાણા,, 04 મે (હિ.સ.) આજ રોજ મહેસાણા જિલ્લાના જીતેલ ઉમેદવારો કમલમ્ ખાતે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યા હતા. વિજય બાદ પક્ષના માર્ગદર્શન મુજબ ઉમેદવારો કમલમ ખાતે હાજર રહી પોતાના અભિપ્રાયો અને આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે પાર્ટ
જીતેલ ઉમેદવારો કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા માટે હાજર, રાજકીય ચહલપહલ તેજ


મહેસાણા,, 04 મે (હિ.સ.) આજ રોજ મહેસાણા જિલ્લાના જીતેલ ઉમેદવારો કમલમ્ ખાતે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યા હતા. વિજય બાદ પક્ષના માર્ગદર્શન મુજબ ઉમેદવારો કમલમ ખાતે હાજર રહી પોતાના અભિપ્રાયો અને આગામી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મંત્રણાઓ યોજી હતી.

સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો પાસેથી સ્થાનિક વિકાસ, પ્રાથમિકતાઓ અને સંગઠન મજબૂતી અંગે સૂચનો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને આવનારા સમયમાં પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અને વિકાસકાર્યોને ગતિ આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

કમલમ ખાતે દિવસભર રાજકીય ચહલપહલ જોવા મળી હતી, જ્યાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કાર્યકરો અને સમર્થકોનો પણ ભારે જમાવડો રહ્યો હતો. જીતેલા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓએ પાર્ટીના વિશ્વાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રક્રિયા બાદ હવે આગામી રાજકીય નિયુક્તિઓ અને જવાબદારીઓ અંગે નિર્ણય લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande