
શ્રીનગર, નવી દિલ્હી, 6 મે (હિ.સ.): અહીં ડલ સરોવરમાં એક હાઉસબોટમાં રોકાણ દરમિયાન અસ્વસ્થતાની ફરિયાદ બાદ બુધવારે એક અમેરિકન પ્રવાસીનું મોત થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, જોન ડેવિડ એન્ડરસન તેમની પત્ની જુડિથ એની મેકકાર્થી સાથે કાશ્મીરના પ્રવાસે હતા અને મધ્યરાત્રિએ તેઓ બીમાર પડ્યા હતા. 83 વર્ષીય એન્ડરસનને, નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને એન્ડરસનના મોતના ચોક્કસ કારણની તપાસ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ