તમિલનાડુમાં સરકાર બનાવવા માટે, કોંગ્રેસે ટીવીકેને આપ્યું શરતી સમર્થન
ચેન્નાઈ, નવી દિલ્હી, 06 મે (હિ.સ.). તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ત્રિશંકુ સ્થિતિ સર્જાતા રાજ્યમાં સરકાર રચવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે (આઈએનસી), સી. વિજયના નેતૃત્વવાળી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ને પોતાનું શરતી પૂર્ણ સમર્થન જાહેર ક
કોંગ્રેસ પ્રભારી નો પત્ર


ચેન્નાઈ, નવી દિલ્હી, 06 મે (હિ.સ.). તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ત્રિશંકુ સ્થિતિ સર્જાતા રાજ્યમાં સરકાર રચવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે (આઈએનસી), સી. વિજયના નેતૃત્વવાળી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ને પોતાનું શરતી પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસે આ ગઠબંધનમાં કોઈ પણ સાંપ્રદાયિક શક્તિ અને બંધારણમાં વિશ્વાસ ન રાખતી શક્તિને સામેલ ન કરવાની શરત રાખી છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના તમિલનાડુ પ્રભારી ગિરીશ ચોડનકરે, બુધવારે એક નિવેદન જાહેર કરીને પોતાની પાર્ટીની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, તમિલનાડુના લોકો, ખાસ કરીને યુવાનોએ બિનસાંપ્રદાયિક, પ્રગતિશીલ અને કલ્યાણકારી સરકારની તરફેણમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. આ જનાદેશનું સન્માન કરતા ટીવીકેના નેતૃત્વમાં નવી સરકારની રચનાને સમર્થન આપવું એ બંધારણીય જવાબદારી છે.

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે તમિલનાડુમાં ટીવીકેને સરકાર બનાવવા માટે પૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ એક મહત્વપૂર્ણ શરત મૂકી છે—એવી કોઈ પણ સાંપ્રદાયિક શક્તિને આ ગઠબંધનમાં સામેલ કરવામાં આવશે નહીં, જે ભારતીય બંધારણમાં વિશ્વાસ ન રાખતી હોય. તેમણે કહ્યું કે આ ગઠબંધનનો હેતુ કે. કામરાજના સુવર્ણ શાસનને ફરીથી સ્થાપિત કરવાનો, ઈવી રામાસામી પેરિયારના સામાજિક ન્યાયના સિદ્ધાંતો અને ડૉ. બીઆર આંબેડકરના બંધારણીય મૂલ્યોને આગળ વધારવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે આ ગઠબંધન માત્ર સરકારની રચના સુધી સીમિત નહીં રહે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓમાં પણ એક મહત્વપૂર્ણ રાજકીય સમજૂતી તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને સી. વિજયે મળીને તમિલનાડુના લોકોના જનાદેશનું સન્માન કરતા તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande