પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં મગ ની આવક શરૂ.
પોરબંદર, 06 મે (હિ.સ.)પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ઉનાળુ પાકની લણણીની કામગીરી હાલમાં તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. આ સીઝનમાં ખેડૂતો દ્વારા મગ, તલ, ચોળી સહિતના વિવિધ ઉનાળુ પાકોનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું હતું, જેના પરિણામે હવે સારો પાક તૈયાર થઈ રહ્યો
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં મગ ની આવક શરૂ.


પોરબંદર, 06 મે (હિ.સ.)પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં ઉનાળુ પાકની લણણીની કામગીરી હાલમાં તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. આ સીઝનમાં ખેડૂતો દ્વારા મગ, તલ, ચોળી સહિતના વિવિધ ઉનાળુ પાકોનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું હતું, જેના પરિણામે હવે સારો પાક તૈયાર થઈ રહ્યો છે અને ખેતરોમાં લણણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ઉનાળુ પાકોની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.

ખાસ કરીને મગની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. આજે એક જ દિવસે અંદાજે 35,000 કિલો જેટલો મગ યાર્ડમાં આવ્યો હતો, માર્કેટમાં હાલ 20 કિલોના મગના ભાવ 1700 થી 1820 સુધી જોવા મળી રહ્યા છે. ઉનાળુ પાકનું સારૂ ઉત્પાદન થતાં માર્કેટિંગ યાર્ડમાં મગ સહિતના અન્ય પાકોની આવક સતત વધી રહી છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande