



પોરબંદર, 06 મે (હિ.સ.) : પોરબંદર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે તાજેતરમાં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં મયુર ઉર્ફે મયલો -37 ગેંગ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે ગુનામાં આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ચાર જેટલા આરોપીઓ વિરુદ્ધ પોરબંદર, રાજકોટ સહિતના શહેરોમાં ગુના દાખલ થયેલા હોવાનું જાણવા મળતા પોરબંદર પોલીસે કડક કાર્યવાહી કરતા ગેંગ લીડર મયુર ઉર્ફે મયલો હરદાસભાઈ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકી ડોક નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામભાઈ કુછડીયા અને રવિ કિસાભાઈ મુછાળ વિરુદ્ધ 'ગુજસીટોક' હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ઉદ્યોગનગર પો.સ્ટે. તથા કમલાબાગ પો.સ્ટે. માં તાજેતરમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી મયુર ઉર્ફે મયલો ૩૭ હરદાસભાઈ ઓડેદરા વિરૂધ્ધ અગાઉ દાખલ થયેલ ગુનાઓ અંગે જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી. બી. ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા ઉપરોકત ગુનામાં અટક થયેલ આરોપી મયુર ઉર્ફે મયલો 37 હરદાસભાઈ ઓડેદરાના ગુનાહિત ઈતીહાસ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મયુર ઉર્ફે મયલો 37 હરદાસભાઈ ઓડેદરા પોતાની સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી સતત ગંભીર પ્રકારના ગુનાઓ આચરે છે જેમાં ખાસ કરીને એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા થઈ ગેરકાયદેસર ટોળકી બનાવી લોકોમાં ભય અને દહેશત ફેલાવી હથિયારો વડે હુમલો કરી સામાન્ય ઈજા તથા ગંભીર ઈજા પહોંચાડે છે. તેમજ ટોળકીના સભ્યો દ્વારા હત્યાનો ગુનો પણ કરવામાં આવેલ હોય તેમજ હત્યા કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવેલ છે.
તેમજ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થઈ લૂંટફાટ જેવા ગંભીર ગુનાઓ આચરે છે. ટોળકીના દરેક સભ્ય પોતાની ચોક્કસ ભૂમિકા નિભાવી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઉભું થાય તે માટે ખુન, ખુનની કોશીષ, લુટ, વ્યથા, મહાવ્યથા, મીલકતને નુકશાન, ગાળા-ગાળી, ઘરફોડ ચોરી, ગે.કા. અગ્નીશસ્ત્ર તથા કારતુસ રાખવા, ગેરકાયદેશર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરવો, પ્રોહીબિશન, ગે.કા. મંડળી બનાવવી હુમલો કરવો જેવા જુદા-જુદા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન કરવાના પોરબંદર, સુરત, રાજકોટમાં મયુર ઉર્ફે મયલો 37 ગેંગ વિરૂધ્ધ કુલ-55 ગુનાઓ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા મયુર ઉર્ફે મયલો 37 ગેંગ વિરૂધ્ધમાં ધી ગુજરાત કટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ (GUJCTOC) એકટ-2015 અન્વયે કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે પો.ઈન્સ. એલ સી.બી. નાઓ દ્વારા “મયુર ઉર્ફે મયલો 37 ગેંગ” વિરૂધ્ધમાં, ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (GUJCTOC) એકટ-2015ની કલમો મુજબ ધોરણસર થવા ફરીયાદ દાખલ કરવા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા પોલીસ વડા મારફતે નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ ખાતે મંજુરી અર્થે મોકલતા નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ દ્વારા મંજુરી આપતા એલ.સી.બી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા દ્વારા સરકાર તરફે ઉદ્યોગનગર પો.સ્ટે.માં ગેંગ લીડર મયુર ઉર્ફે મયલો હરદાસભાઈ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાંકી ડોક નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામભાઈ કુછડીયા અને રવિ કિસાભાઈ મુછાળ વિરુદ્ધ 'ગુજસીટોક” હેઠળ ગુનો નોંધાવતા જીલ્લા પોલીસ વડા ભગીરથસીહ જાડેજા દ્વારા આગળની તપાસ પોરબંદર રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાને સોંપવામાં આવેલ છે.
આરોપીઓનો ઇતિહાસ
આ ગુનામાં આરોપીઓના ઈતિહાસ જાહેર કરતા પોલીસે જણાવ્યું છે કે, ગેંગલિડર મયુર ઉર્ફે મયલો-37 વિરુદ્ધ રાજકોટના એ-ડિવિઝનમાં બે, પ્રધુમનનગર પો.સ્ટે.માં એક, પોરબંદરના ઉદ્યોગનગર પો.સ્ટેમ પાંચ, રાજકોટગ્રામ્ય ગોંડલ પો.સ્ટે.માં એક, પોરબંદરના કમલાબાગ પો.સ્ટે. માં છ, રાણાવાવ પો.સ્ટે.માં એક તથા કીર્તિમંદિર પો.સ્ટે.માં એક એમ કુલ 19 ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ અન્ય આરોપી વિશાલ ઉર્ફે વાંકી ડોક નાગાજણ ગોરાણીયા વિરુદ્ધ પોરબંદરના કમલાબાગ પો.સ્ટે.માં ચાર, પોરબંદર ઉદ્યોગનગર પો.સ્ટે.માં બે તેમજ રાણાવાવ, બગવદર, કીર્તિમંદિર અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પો.સ્ટે. માં એક-એક એમ કુલ 10 ગુનાઓ, જ્યારે માલદે ઉર્ફે જગીરો રામભાઈ કુછડીયા વિરુદ્ધ પોરબંદરના કમલાબાગ પો.સ્ટે.માં આઠ અને ઉદ્યોગનગર તથા હાર્બર મરીન પો.સ્ટે.માં એક-એક એમ કુલ 10 ગુના તથા રવિ કિસાભાઈ મુછાળ વિરુદ્ધ પોરબંદરના ઉદ્યોગનગર પો.સ્ટે.માં પાંચ, કમલાબાગ પો.સ્ટે. માં પાંચ, બગવદર પો.સ્ટે.માં બે, પોરબંદરના કીર્તિમંદિર અને મિયાણી મરીન તેમજ સુરતના કોસંબા પો. સ્ટે., રાજકોટ ગ્રામ્યના ગોંડલ પો.સ્ટે.માં એક-એક એમ કુલ 16 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya