
પોરબંદર, 06 મે (હિ.સ.)રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નુ પરિણામ જાહેર કરવામા આવ્યુ છે ત્યારે પોરબંદર જિલ્લાનુ ધો.10નુ 79.59 ટકા પરિણામ જાહેર થતા ખુશીનો મહોલ જોવા મળ્યો હતો પોરબંદર જિલ્લામા ધો.10મા એ-1મા 231 વિદ્યાર્થીઓ અને એ-2મા 590 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ હતુ આજે પરીણામા જાહેર થતા શાળા ખાતે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામા આવ્યા હતા બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ વિદ્યાર્થીઓમા ભારે આતુરતા હતા આજે પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમા ખુશી જોવા મળી હતી જિલ્લાની દરેક શાળા ખાતે એ-1 અને એ-2 મા સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનતી કરવામા આટે ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ ફુલ હાર પહેરાવી પેંડ ખવાડાવી અભિવાદન કરવામા આવ્યુ હતુ જે.વી જેમ્સ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે તો વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષકોએ ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ફટકાડા ફોડી શ્રેષ્ઠ પરિણામની ઉજવણી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya