નવજાત બાળકને જમીનમાં દાટી દેનાર માતા સહિત ત્રણ લોકોની અટકાયત.
પોરબંદર, 06 મે (હિ.સ.)પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચકચાર જગાવનાર કિસ્સામાં પોણા બે વર્ષથી રીસામણે બેસેલી મહિલાએ બાળકને જન્મ આપતા અને તેની કોઈપણ રીતે મારીને દાટી દેવાના બનાવમાં પોલીસે ગુન્હો દાખલ કર્યા બાદ ત્રણની ધરપકડ કરી હતી. મૂળ મંડેર ગામે વા
નવજાત બાળકને જમીનમાં દાટી દેનાર માતા સહિત ત્રણ લોકોની અટકાયત.


નવજાત બાળકને જમીનમાં દાટી દેનાર માતા સહિત ત્રણ લોકોની અટકાયત.


નવજાત બાળકને જમીનમાં દાટી દેનાર માતા સહિત ત્રણ લોકોની અટકાયત.


નવજાત બાળકને જમીનમાં દાટી દેનાર માતા સહિત ત્રણ લોકોની અટકાયત.


પોરબંદર, 06 મે (હિ.સ.)પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચકચાર જગાવનાર કિસ્સામાં પોણા બે વર્ષથી રીસામણે બેસેલી મહિલાએ બાળકને જન્મ આપતા અને તેની કોઈપણ રીતે મારીને દાટી દેવાના બનાવમાં પોલીસે ગુન્હો દાખલ કર્યા બાદ ત્રણની ધરપકડ કરી હતી.

મૂળ મંડેર ગામે વાણંદશેરીમાં તથા હાલ ચીંગરીયા ગામે ભટાયુ વાડીવિસ્તારમાં રહેતા અને ખેતમજૂરીકામ કરતા વિપુલ કાનાભાઇ વાસણ નામના 32 વર્ષના યુવાને એવી ફરીયાદ નોંધાવી હતી કે મંડેર ગામે રહેતા મુળુભાઈ જીવાભાઈ વાજાની દીકરી જાગૃતિ સાથે વર્ષ 2017 માં તેના લગ્ન થયા હતા અને ત્યારબાદ તેની પત્ની રીસામણે ચાલી ગઇ હતી અને છેલ્લા પોણા બે વર્ષથી રીસામણે હોવા છતાં તેણે અચાનક બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ તેને મારીને ઓડદર પાસે દાટી દેવામાં આવ્યુ હોવાની વિગત બહાર આવી હતી.અંતે યુવાન દ્વારા માધવપુર પોલીસસ્ટેશનમાં ફરીયાદ અરજી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ઓડદર ગામની સીમમાં હાઇવે નજીક બાવળની કાટમાંથી બાળકના અવશેષો મળ્યા હતા જેને દાટી દેવામાં આવ્યા હતા. જેને ખોદીને આ બાયોલોજીકલ પુરાવાની એફ.એસ.એલ. તપાસ થઇ હતી અને ડી.એન. એ. તપાસની કાર્યવાહીના અંતે નવજાત શિશુને મારીને દાટી દીધુ હોવાનુ જણાયુ હતુ.વિપુલ કાનાભાઇ વાસણે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પત્ની જાગૃતિ મુળુભાઈ વાજા પોણા બે વર્ષથી રીસામણે હોવાથી તેની સાથે શરીર સંબંધ બાંધેલ ન હોય છતા તેણે બાળકને જન્મ આપ્યો હતો અને પિતા તરીકે ફરિયાદી વિપુલનું નામ જાહેર કર્યુ છે.બાળકનો જન્મસમાજથી છૂપાવવા માટે જાગૃતિએ માતા દુધીબેન વાજા અને દોલતગઢના હીતેશ ખીમા ડાકી કે જેની સાથે તેણે શારીરિક સબંધ બાંધ્યો હતો અને બાળકને જન્મ આપ્યો હતો તેની સાથે મળીને નવજાત શિશુને મારી નાખવાનું કાવતરૂ રચી હીતેશે બાળકને મારી નાખીને દાટી દઇ પુરાવાનો નાશ કર્યાનું જણાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી અને ત્રણેયની ધરપકડ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande