રાધનપુરમાં મસાલી રોડનું 8 કરોડથી વધુના ખર્ચે નિર્માણ શરૂ
પાટણ, 12 જૂન (હિ.સ.) રાધનપુર શહેરના વોર્ડ નં. 7માં લાંબા સમયથી પ્રતીક્ષિત મસાલી રોડના નિર્માણ કાર્યનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય લવિંગજી સોલંકીની રજૂઆત બાદ મંજૂર થયેલા આ પ્રોજેક્ટ પર ₹8 કરોડથી વધુનો ખર્ચ થશે. લગભગ દોઢ કિલોમીટર લાંબા રોડના નિર્માણ
રાધનપુરમાં મસાલી રોડનું ₹8 કરોડથી વધુના ખર્ચે નિર્માણ શરૂ


પાટણ, 12 જૂન (હિ.સ.) રાધનપુર શહેરના વોર્ડ નં. 7માં લાંબા સમયથી પ્રતીક્ષિત મસાલી રોડના નિર્માણ કાર્યનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય લવિંગજી સોલંકીની રજૂઆત બાદ મંજૂર થયેલા આ પ્રોજેક્ટ પર ₹8 કરોડથી વધુનો ખર્ચ થશે.

લગભગ દોઢ કિલોમીટર લાંબા રોડના નિર્માણ સાથે બંને બાજુ ગટરની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જેના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.

આ રોડ પર વર્ષોથી ખાડા, કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડતી હતી. વિકાસ કાર્ય પૂર્ણ થતાં વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે તેમજ વાહનચાલકો અને રાહદારીઓને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande