

સુરત, 12 જૂન (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા આજે ‘ઓછા ખાદ્ય તેલની વાનગી સ્પર્ધા’ (વિના તેલ, વિના ગેસ)નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ જીવનશૈલી અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ સ્પર્ધામાં શહેરભરની 100 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં આશરે 360 બહેનોની ઉપસ્થિતિ રહી હતી.
સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 10 બહેનોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 12ની હેમાલીબેન દેસાઈએ પ્રથમ, વોર્ડ નં. 8ની ભાવનાબેન ડોડિયાએ દ્વિતીય અને વોર્ડ નં. 18ની નંદાબેન કરવાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ઉપાધ્યક્ષ ઝંખનાબેન પટેલ, રોમાબેન પટેલ, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા તેમજ દંડક ઊર્મિલાબેન ત્રિપાઠી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, મહામંત્રી કરસનભાઈ ગોંડલિયા, વિરલભાઈ ગિલિટવાળા, દુર્ગાપ્રસાદ પાંડે સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ આયોજનને સફળ બનાવવા માટે મહિલા મોરચાના પ્રમુખ ડૉ. જાગૃતિબેન દેસાઈ, મહામંત્રી હીરલબેન ગોસ્વામી, હેતલબેન સોલંકી, રોમાબેન પટેલ તેમજ સમગ્ર મહિલા મોરચાની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિવિધ વોર્ડના કોર્પોરેટર બહેનો, પ્રમુખો, મહામંત્રીઓ અને કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે