હારીજ ખાતે સ્વ. લાભુભાઈ દેસાઈની પુણ્યતિથિએ સેવાકાર્યો અને તિથિભોજનનું આયોજન
પાટણ, 12 જૂન (હિ.સ.)હારીજ ખાતે સ્વ. લાભુભાઈ દેસાઈની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજસેવા અને પુણ્યદાનની ભાવનાથી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં પ
હારીજ ખાતે સ્વ. લાભુભાઈ દેસાઈની પુણ્યતિથિએ સેવાકાર્યો અને તિથિભોજનનું આયોજન


પાટણ, 12 જૂન (હિ.સ.)હારીજ ખાતે સ્વ. લાભુભાઈ દેસાઈની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજસેવા અને પુણ્યદાનની ભાવનાથી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં પરિવારના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વર્ગસ્થ આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પુણ્યતિથિના અવસરે હારીજ કેળવણી મંડળની ગર્લ્સ હાઈસ્કૂલ, શિશુમંદિર, પ્રાથમિક કન્યા શાળા તેમજ મોર્ડન સ્કૂલ નજીક આવેલી સરકારી હોસ્ટેલની દીકરીઓ માટે તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટોપરાપાક, દાળભાત, શાક અને પુરી સહિતનું પૌષ્ટિક ભોજન પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યું હતું, જેને દીકરીઓએ આનંદપૂર્વક સ્વીકાર્યું હતું.

આ ઉપરાંત દેસાઈ પરિવારે ગૌશાળા અને પાંજરાપોળમાં દાન આપીને જીવદયા કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું. વિસ્તારના શ્વાનોને દૂધ પીવડાવીને પણ પુણ્યદાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવાકીય કાર્યક્રમમાં મહેશભાઈ દેસાઈ, સંજયભાઈ દેસાઈ, સાહિલભાઈ દેસાઈ સહિત પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. લાભુભાઈ દેસાઈના સ્મરણમાં સેવાભાવ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande