ગીર સોમનાથ જિલ્લામાં મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોએ ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ
ગીર સોમનાથ 12 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે ગીર સોમનાથ જિલ્લામાં મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોએ પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જેમાં શિક્ષ
ગીર સોમનાથ જિલ્લામાં મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોએ ‘પ્રગતિ


ગીર સોમનાથ 12 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે ગીર સોમનાથ જિલ્લામાં મહત્વપૂર્ણ અને વિકસિત થઈ રહેલા સ્થળોએ પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. જેમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ સહિત મહાનુભાવો સામેલ થયાં હતાં.‘વિકસિત ભારત-૨૦૪૭’ના નિર્માણમાં પ્રવાસન સ્થળોનું પણ અનેરું મહત્વ છે. ત્યારે સોમનાથ ખાતેથી શરૂ થયેલી આ યાત્રાના પ્રારંભે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ સોમનાથ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ ગાથા અને સફર રજૂ કરતી વિશેષ ઝાંખી નિહાળી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગીર સોમનાથમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થયા છે.

વિકાસના આ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ગીર સોમનાથ જિલ્લાના ઐતિહાસિક, ધાર્મિક અને વિકાસાત્મક સ્થળોને આવરી લઈ ‘પ્રગતિ પથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા જિલ્લા રમત સંકુલ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ એન્ડ ઓડિટોરિયમ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુગર મિલ, દ્રોણેશ્વર ગુરૂકુળ, ગીર ગઢડા બસ સ્ટેશન, મોડલ સ્કૂલ-ખાપટ, માઢવાડ જેટી, આયુષ્માન આરોગ્ય મંદિર દેવળી (દેદાની), નગરપાલિકા ગાર્ડન, રાખેજ પ્રાથમિક શાળા, સુત્રાપાડા જેટી, નગરપાલિકા કોમ્યુનિટી હોલ સહિતના સ્થળો આવરી લેવાયા હતાં.

આ યાત્રાના માધ્યમથી અંદાજીત રૂ.૧ કરોડ ૯૧ લાખના ખર્ચે તૈયાર થયેલા ગીર ગઢડા બસ સ્ટેશનમાં કેન્ટીન, વોટર રૂમ, સ્ટોર રૂમ સહિત સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશન સહિત દેદાની દેવળી ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરમાં આપવામાં આવતી વિવિધ ચિકિત્સા સેવાઓ તેમજ રૂ.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા કોડીનાર નગરપાલિકા ગાર્ડનની સુવિધાઓ વિશે નાગરિકોને અવગત કરાવવામાં આવ્યા હતાં.

આ યાત્રામાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, મામલતદાર, અગ્રણીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande