ભાવનગર મંડળ પર ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન સતર્કતા જાગૃતિ, પારદર્શિતા અને જવાબદારી પર વિશેષ ભાર
ભાવનગર 13 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે કર્મચારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ (Capacity Building Training Programme) નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સતર્કતા જાગૃતિ, પ્રામાણિકતા, આચરણ નિયમોની સમજ વ
ભાવનગર મંડળ પર ક્ષમતા નિર્માણ તાલીમ


ભાવનગર 13 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે કર્મચારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ (Capacity Building Training Programme) નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સતર્કતા જાગૃતિ, પ્રામાણિકતા, આચરણ નિયમોની સમજ વિકસાવવી તેમજ કચેરીય કાર્યોમાં પારદર્શિતા અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો.

આ તાલીમ કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સતર્કતા વિભાગના વિજિલન્સ ઇન્સ્પેક્ટર પ્રદીપ રાઉત અને સંતોષ સાહૂએ, કર્મચારીઓને સતર્કતા સંબંધિત નિયમો, પ્રક્રિયાઓ તથા તેના વ્યવહારુ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

પોતાના સંબોધનમાં વિજિલન્સ ઇન્સ્પેક્ટરોએ કર્મચારીઓને અપીલ કરી કે, તેઓ પોતાના કાર્યોનું નિર્વહન હંમેશા નિર્ધારિત નીતિઓ અને નિયમો અનુસાર કરે તેમજ દરેક સ્તરે સતર્કતા અને પારદર્શિતા જાળવી રાખે. તેમણે જણાવ્યું કે નિયમોની યોગ્ય જાણકારી અને તેનો અસરકારક અમલ માત્ર વહીવટી કાર્યક્ષમતામાં વધારો જ કરતો નથી, પરંતુ કર્મચારીઓને અનાવશ્યક મુશ્કેલીઓ અને અસુવિધાઓથી પણ બચાવે છે.

કાર્યક્રમને સંબોધિત કરતાં સહાયક કાર્મિક અધિકારી સંતોષ કુમાર વર્માએ વિવિધ વ્યવહારુ ઉદાહરણો દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું. તેમણે કર્મચારીઓને પોતાના દાયિત્વોનું નિર્વહન સંપૂર્ણ પ્રામાણિકતા, પારદર્શિતા અને સતર્કતા સાથે કરવાની પ્રેરણા આપી.

વર્માએ સૂચન કર્યું કે, મંડળના મુખ્ય સ્ટેશનો અને કાર્યસ્થળો, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કાર્યરત છે, ત્યાં આવા તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું નિયમિત આયોજન થવું જોઈએ. આથી કર્મચારીઓને નિયમો અને પ્રક્રિયાઓ અંગે અદ્યતન માહિતી પ્રાપ્ત થશે અને તેઓ પોતાના કાર્યો વધુ કાર્યક્ષમતા તથા જવાબદારી સાથે કરી શકશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓએ આ ઉપયોગી અને જ્ઞાનવર્ધક તાલીમના આયોજન માટે કાર્મિક વિભાગ અને સતર્કતા વિભાગની પ્રશંસા કરી તથા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોના નિયમિત આયોજનની આવશ્યકતા વ્યક્ત કરી. કાર્યક્રમનું સફળ સંચાલન મુખ્ય કર્મચારી અને કલ્યાણ નિરીક્ષક શૈલેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande