લિંબાયત પોલીસે 100થી વધુ કેમેરા ચેક કરી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
સુરત, 13 જૂન (હિ.સ.): શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામા પોલીસને સફળતા મળી છે.પોલીસે અલગ અલગ જગ્યાએ લાગેલા 100થી વધુ સીસીટીવી કેમેરાઓ ચેક કરી અને તપાસ દરમ્યાન આરોપીની ધરપકડ કરી સોના-ચાંદીના
લિંબાયત પોલીસે 100થી વધુ કેમેરા ચેક કરી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો


સુરત, 13 જૂન (હિ.સ.): શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામા પોલીસને સફળતા મળી છે.પોલીસે અલગ અલગ જગ્યાએ લાગેલા 100થી વધુ સીસીટીવી કેમેરાઓ ચેક કરી અને તપાસ દરમ્યાન આરોપીની ધરપકડ કરી સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ચાવોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ. કે.પી. જાડેજા અને પીએસઆઇ. જે.જી. ચારણની ટીમો દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધવા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ વર્કઆઉટ કરી સુરત શહેરના આશરે 100 જેટલા વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.ઉપરાંત હ્યુમન સોર્સ અને વિશ્વાસુ બાતમીદારોની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી અખ્તર ઇસ્માઇલ શેખ (રહે- પ્રતાપનગર લીંબાયત )ને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 63,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.લિંબાયત પોલીસની આ કામગીરીથી ઘરફોડ ચોરીના અન-ડિટેક્ટ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે અને ચોરાયેલ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande