પાટણની જનતા હોસ્પિટલમાં ત્રિપુત્ર જન્મનો દુર્લભ કેસ સફળ
પાટણ, 13 જૂન (હિ.સ.) : પાટણની જાણીતી જનતા હોસ્પિટલમાં એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતા પ્રસૂતિ કેસમાં ગર્ભવતી મહિલાએ એકસાથે ત્રણ તંદુરસ્ત પુત્રોને જન્મ આપ્યો છે. મહિલાની નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને ગાયનેકોલોજિસ્ટ ડૉ. મિહિર દવે અને તેમની ટીમે ત
પાટણની જનતા હોસ્પિટલમાં ત્રિપુત્ર જન્મનો દુર્લભ કેસ સફળ


પાટણ, 13 જૂન (હિ.સ.) : પાટણની જાણીતી જનતા હોસ્પિટલમાં એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતા પ્રસૂતિ કેસમાં ગર્ભવતી મહિલાએ એકસાથે ત્રણ તંદુરસ્ત પુત્રોને જન્મ આપ્યો છે. મહિલાની નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને ગાયનેકોલોજિસ્ટ ડૉ. મિહિર દવે અને તેમની ટીમે તાત્કાલિક સિઝેરિયન કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઓપરેશન ખૂબ જ પડકારજનક હોવા છતાં ડૉ. મિહિર દવેના અનુભવ અને તબીબી ટીમની કુશળતાના કારણે સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ડિલિવરી બાદ ત્રણેય નવજાત શિશુઓ સંપૂર્ણપણે સલામત અને તંદુરસ્ત હોવાનું તેમજ માતાની તબિયત પણ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

હાલમાં માતા અને ત્રણેય બાળકો હોસ્પિટલની વિશેષ દેખરેખ હેઠળ છે. આ સફળતામાં ડૉક્ટર્સ ઉપરાંત નર્સિંગ સ્ટાફ અને સહયોગી કર્મચારીઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુર્લભ કેસને સફળતાપૂર્વક સંભાળી જનતા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા ફરી એકવાર સાબિત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande