
સુરત, 13 જૂન (હિ.સ.): સુરત જીલ્લાના પીપોદરા જીઆઈડીસીમાં નાણાંની લેતીદેતી મામલે થયેલા ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયેલા આરોપીને એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં મહારાષ્ટ્રના પૂણે જીલ્લામાંથી દબોચી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઍલસીબીના જણાવ્યા મુજબ માંગરોળ તાલુકાના નવાપરા, બાલાજી સોસાયટીમાં રહેતો 39 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે રાજુ જાગરાજ પઢીયારની ગત તા 8 જૂનના રોજ રાત્રેના પોણા અગિયાર વાગ્યે પીપોદરા ગામ, બંસરી ટેક્ષટાઈલ પાર્ક, રામકૂષ્ણ કોમ્પ્લેક્ષ પાસે સુબાલા મુરલી ગૌડા અને સુરજ ઉર્ફે સુર્યા મરાઠી શીંદે (રહે, ડોકસાંગવી ગામ, સિરૂલ, પુને, મહારાષ્ટ્ર)એ ગળા સહિત શરીરના ભાગે ઉપરા છપારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયા હતા. આ કેસમાં એલસીબીની ટીમે બાતમીના આધારે સુરજ ઉર્ફે સુર્યાને મહારાષ્ટ્રના પુનેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં સુરજે કબુલાત કરી હતી કે સુબાલા અને જીતેન્દ્ર વચ્ચે નાણાંની લેતીદેતી મામલે ઝઘડો ચાલતો હતો જેથી સુબાલાના કહેવાથી બંને જણાઍ સાથે મળી હત્યા કરી હતી. એલસીબીએ સુરજ ઉફે સુયાની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે