બદરીનાથ-કેદારનાથ ધામ પહોંચ્યા મુકેશ અંબાણી, બીકેટીસીને 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું
બદરીનાથ/કેદારનાથ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સોમવારે, ઉત્તરાખંડ સ્થિત ભગવાન બદરીવિશાલ અને બાબા કેદારનાથના દર્શન કરીને દેશની સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી માટે કામના કરી. આ દરમિયાન તેમણે બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ
મુકેશ


બદરીનાથ/કેદારનાથ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સોમવારે, ઉત્તરાખંડ સ્થિત ભગવાન બદરીવિશાલ અને બાબા કેદારનાથના દર્શન કરીને દેશની સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી માટે કામના કરી. આ દરમિયાન તેમણે બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ને 10 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું.

બીકેટીસીના અનુસાર અંબાણીએ, સૌથી પહેલા બદરીનાથ ધામ પહોંચીને ભગવાન બદરીવિશાલના દર્શન અને પૂજા-અર્ચના કરી. ત્યારબાદ તેમણે કેદારનાથ ધામમાં બાબા કેદારનાથના દર્શન કર્યા. બંને ધામોમાં મંદિર સમિતિના પદાધિકારીઓએ તેમનું સ્વાગત કરીને પ્રસાદ અર્પણ કર્યો. આ દરમિયાન અંબાણીએ બીકેટીસીને બદરીનાથ ધામની વ્યવસ્થાઓ માટે પાંચ કરોડ રૂપિયાનો અને કેદારનાથ ધામની વ્યવસ્થાઓ માટે પાંચ કરોડ રૂપિયાનો એમ બે ચેક સોંપ્યા.

બીકેટીસી અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે, અંબાણી પરિવારની ભગવાન બદરીવિશાલ અને બાબા કેદારનાથ પ્રત્યે ઊંડી આસ્થા છે. તેમણે કહ્યું કે, પૂર્વ વર્ષોની જેમ આ વર્ષે પણ મુકેશ અંબાણીએ મંદિર સમિતિને ઉદાર સહયોગ આપ્યો છે, જેના માટે સમિતિ તેમની આભારી છે.

બદરીનાથ ધામમાં આ અવસરે બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના ઉપાધ્યક્ષ ઋષિ પ્રસાદ સતી, સભ્ય ધીરજ મૌનૂ પંચભૈયા, રજનીશ ભટ્ટ, મુખ્ય કાર્યાધિકારી સોહન સિંહ રાંગડ, પૂર્વ સીઈઓ બીડી સિંહ, પ્રભારી અધિકારી ગિરીશ ચૌહાણ, પૂર્વ સભ્ય ભાસ્કર ડિમરી, ધર્માધિકારી સ્વયંબર સેમવાલ, વેદપાઠી રવિન્દ્ર ભટ્ટ, પ્રમોદ નૌટિયાલ, ભુપેન્દ્ર રાવત સહિત અન્ય અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા. મંદિર સમિતિના પદાધિકારીઓએ મુકેશ અંબાણીનું સ્વાગત કર્યું અને તેમના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો.

કેદારનાથ ધામમાં બીકેટીસી ઉપાધ્યક્ષ વિજય કપ્રવાન, સભ્ય ડો. વિનીત પોસ્ટી, પ્રભારી અધિકારી વિપિન તિવારી, કેદાર સભા અધ્યક્ષ રાજકુમાર તિવારી, પુજારી ટી ગંગાધર લિંગ, વરિષ્ઠ વહીવટી અધિકારી ડીએસ ભૂજવાણ, વરિષ્ઠ સહાયક વિપિન તિવારી, જેઈ વિપિન કુમાર, વિવેક શુક્લા, દીપક પવાર, સુરજ જમલોકી વગેરે હાજર રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રકાશ કપરુવાન / રાજેશ કુમાર પાંડેય/ સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande