ભારત અને સ્લોવાકિયાને, વ્યાપક ભાગીદારીનો દરજ્જો આપશે
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) ભારત અને સ્લોવાકિયાએ તેમના સંબંધોને ‘વ્યાપક ભાગીદારી’નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ બંને દેશોની સહભાગી આસ્થા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) ભારત અને સ્લોવાકિયાએ તેમના સંબંધોને ‘વ્યાપક ભાગીદારી’નો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ બંને દેશોની સહભાગી આસ્થા, પ્રાથમિકતાઓ અને ભવિષ્યનું પ્રતિક છે.

પ્રધાનમંત્રી મોદી અને સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફીકો વચ્ચે, બ્રાતિસ્લાવામાં દ્વિપક્ષીય વાર્તા થઈ. વાર્તા બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું. આ દરમિયાન બંને નેતાઓ ‘સમજૂતીપત્રો’ની આપ-લેના સાક્ષી બન્યા.

પોતાના નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં સ્લોવાકિયાના વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. સાથે જ તેને વહેલાં અપનાવવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, બંને દેશોના ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને તેનો વધુમાં વધુ લાભ મળશે.

રક્ષણ સહયોગના ક્ષેત્રમાં આશયપત્ર પર હસ્તાક્ષર થવાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ક્ષેત્રમાં સહયોગ બંને દેશો વચ્ચેના વિશ્વાસ અને વ્યૂહાત્મક સમજણનું પરિણામ છે. આથી સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને રક્ષણ ઉદ્યોગ સહયોગને નવી ગતિ મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્લોવાકિયાની એક યુનિવર્સિટીમાં એઆઈ વિષય પર ભારતીય ચેર સ્થાપિત કરવામાં આવી રહી છે. તેમના મતે એઆઈનું ભવિષ્ય માત્ર નવીનતા પર નહીં, પરંતુ વિશ્વાસ, જવાબદારી અને માનવીય ગૌરવ પર આધારિત હોવું જોઈએ.

પ્રધાનમંત્રીએ બંને દેશોના સંબંધોને ઊંડા સાંસ્કૃતિક અને જનસંબંધો પર આધારિત ગણાવ્યા અને કહ્યું કે, ભારતના પ્રાચીન ઉપનિષદોનું સ્લોવાક ભાષામાં અનુવાદ થવું અમારી સાંસ્કૃતિક નજીકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, દેશમાં ભારતીય મૂળના લોકો અહીંની અર્થવ્યવસ્થા અને સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે, 2017માં ભારતમાં સ્લોવાકિયાનો પહેલો ઉપગ્રહ લોન્ચ થયો હતો. આજે ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ગતિથી નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સ્લોવાકિયાની કંપનીઓને આ વિકાસયાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande