રાષ્ટ્રપતિ મુર્મુએ પરંપરાગત મિનિએચર કલા શૈલીઓના કલાકારો સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે ભારતની પરંપરાગત મિનિએચર કલા શૈલીઓના કલાકારોના એક સમૂહ સાથે મુલાકાત કરી અને તેમના કાર્યને જોયું. રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, રાષ્ટ્રપતિ ભવનના ''આર્ટિસ્ટ-ઇન-રેસિડન્સ''
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કલાકારો


નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે ભારતની પરંપરાગત મિનિએચર કલા શૈલીઓના કલાકારોના એક સમૂહ સાથે મુલાકાત કરી અને તેમના કાર્યને જોયું.

રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, રાષ્ટ્રપતિ ભવનના 'આર્ટિસ્ટ-ઇન-રેસિડન્સ' કાર્યક્રમ હેઠળ ત્યાં રહેતા 11 કલાકારોએ રાજસ્થાની જેવી વિવિધ કલા શૈલીઓનું પ્રદર્શન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ આજે આ કલાકારો સાથે મુલાકાત કરી અને તેમના કાર્યને જોયું.

'આર્ટિસ્ટ-ઇન-રેસિડન્સ' કાર્યક્રમ ભારતની કલાત્મક પરંપરાઓની ભાવનાનો ઉત્સવ છે, જે સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવામાં અને આવનારી પેઢીઓને પ્રેરણા આપવામાં જીવંત કલા પરંપરાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ફરીથી રેખાંકિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande