અમેરિકા-ઈરાન સમજૂતીનું, વડાપ્રધાને સ્વાગત કર્યું
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકા અને ઈરાન વચ્ચે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બનેલી સહમતિનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, ભારતને આશા છે કે, આ સમજૂતીના અમલીકરણથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિ
નમો


નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકા અને ઈરાન વચ્ચે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બનેલી સહમતિનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, ભારતને આશા છે કે, આ સમજૂતીના અમલીકરણથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે અને વૈશ્વિક વેપાર તથા નૌવહનની સ્વતંત્રતા સુનિશ્ચિત થઈ શકશે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે દુનિયાભરમાં ગંભીર આર્થિક વિક્ષેપો સર્જાયા છે અને અનેક દેશોમાં જાનહાનિ પણ થઈ છે. આવા સમયે અમેરિકા અને ઈરાન વચ્ચે, સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી સમજનું તેઓ સ્વાગત કરે છે.

તેમણે કહ્યું, “ભારતને આશા છે કે, આ સમજના અસરકારક અમલીકરણથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે તથા નૌવહન અને વાણિજ્યની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે.”

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, બાકી રહેલા મુદ્દાઓ પર ચાલી રહેલી ચર્ચા એક ટકાઉ અને અંતિમ સમજૂતી સુધી પહોંચશે, જેના કારણે ક્ષેત્રમાં લાંબા ગાળાની શાંતિ સ્થાપિત થઈ શકે.

વડાપ્રધાન મોદીની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે અહેવાલો સામે આવ્યા કે, અમેરિકા અને ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા, વ્યૂહાત્મક મહત્વ ધરાવતા હોર્મુઝ જળડમરુમધ્યને ફરીથી ખોલવા અને તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા ફરી શરૂ કરવા માટે એક પ્રારંભિક ઢાંચા પર સહમતિ વ્યક્ત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande