
કોલકતા, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ, સોમવારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (કેએમસી) મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મંચ અને કાર્યક્રમ સ્થળ પર તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા ઘણા અગ્રણીઓ, કાઉન્સિલર અને પૂર્વ જનપ્રતિનિધિઓ હાજર દેખાયા.
કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભાભી તથા વોર્ડ નંબર 73ની કાઉન્સિલર કાજરી બેનર્જી પણ હાજર રહી. તેમના ઉપરાંત કેએમસી ના પૂર્વ મેયર અને તાજેતરમાં પદેથી રાજીનામું આપનાર ફરીહાદ હાકિમ પણ કાર્યક્રમમાં સામેલ થયા.
આ અવસરે કાઉન્સિલર અનન્યા બેનર્જી, જૂઈ વિશ્વાસ, પૂર્વ ધારાસભ્ય દેવાશીષ કુમાર સહિત ઘણા અન્ય જનપ્રતિનિધિઓ પણ હાજર હતા. કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શશિ પાંજાની પુત્રી અને મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યના પુત્રની હાજરી પણ ચર્ચાનો વિષય રહી.
કેએમસી માં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સ્વચ્છતા સે સ્વાગત અભિયાનની શરૂઆત કરી. મંચ પર તેમની સાથે દક્ષિણ કોલકતાના સાંસદ માલા રાય, સાંદીપન સાહા અને જાવેદ ખાન પણ હાજર રહ્યા.
રાજકીય રીતે આ કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે મુખ્યમંત્રી બન્યા બાદ શુભેન્દુ અધિકારીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રથમ સત્તાવાર હાજરી હતી. કાર્યક્રમમાં વિવિધ પક્ષો અને રાજકીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા જનપ્રતિનિધિઓની હાજરીએ પણ લોકોનું ધ્યાન આકર્ષ્યું.
કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, નાગરિક સેવાઓ અને શહેરી વિકાસ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચલાવવામાં આવનારા સ્વચ્છતા અભિયાનો અંગે પણ સંદેશ આપવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ